કિશન ભરવાડ હત્યા કેસઃ ધંધુકા(Dhandhuka)માં કિશન ભરવાડની થયેલી હત્યા ( Kishan Bharwad murder case)ના પડઘા રાજ્યભરમાં પડી રહ્યા છે. રાજકોટના જેતપુર (Jetpur)માં પણ મોટી સંખ્યામાં માલધારી અને હિંદુ સમાજના યુવકોએ એકઠા થઈને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા. આ સમયે કેટલાક યુવાનોએ દુકાનો બંધ કરાવવા બળજબરી કરી હતી. તો પોલીસે ઉગ્ર બનેલા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
કિશન ભરવાડ હત્યાને લઇને રાજકોટ જિલ્લામાં પણ તમામ તાલુકાઓ અને શહેરોમાં વિરોધ ફાટી નીકળ્યો છે, જેતપુરમાં આજે માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો સાથે બજરંગદળ વિશ્વહિન્દુ પરિષદ સહિતના સંગઠનોના નેજા હેઠળ મોટી સંખ્યા લોકો એકઠા થયા હતા. જેતપુરના જીમખાના મેદાન માંથી મામલતદાર કચેરી સુધી લોકોએ રેલી યોજી હતી અને કિસન ભરવાડની હત્યાને વખોડવા સાથે વિરોધ કર્યો હતો. જે દરમિયાન ટોળુ મોટી સંખ્યામાં એકઠુ થઇ ગયુ હતુ. જેથી રાજકોટમાં બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસ કડક બની હતી અને ટોળુ વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
પોલીસ દ્વારા લાંબી સમજાવટ બાદ પણ યુવાનો ન માનતા રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈએ ગન બહાર કાઢીને રસ્તા પરથી યુવાનોના ટોળાને દૂર કર્યા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગન સાથે રસ્તા પર દોડી ટોળાને હટાવતા જોવા મળ્યાં હતા. રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો મોટો કાફલો પણ રેલીના માર્ગ પર ખડકી દેવાયો હતો. જોકે રાજકોટ પોલીસે કરેલા લાઠીચાર્જમાં કેટલાક યુવાનો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-