VIDEO : ખોડલધામમાં રાજનીતિ ! પાટીદાર સંસ્થામાં યુવાનોને ભણાવશે રાજકારણના પાઠ

|

Aug 07, 2022 | 7:55 AM

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં રાજકારણના કોર્ષ અંગે એક સેમિનાર (Khodaldham seminar) યોજાયો હતો.

જે સંસ્થાના (khodaldham) ચેરમેન નરેશ પટેલ (naresh patel) જ છ-આઠ મહિના સુધી નિર્ણય ન લઈ શક્યા કે રાજકારણમાં (Politics) જોડાવું કે કેમ અને જોડાવું તો ક્યાં પક્ષમાં જોડાવું. અને અંતે એકપણ પક્ષમાં નહીં જોડાઇ ખુદને રાજકારણથી અલગ રાખનાર નરેશ પટેલની જ સંસ્થા હવે રાજકારણના પાઠ ભણાવશે.જી..હા.. તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ લેઉવા પાટીદાર સમાજની (patidar)  સંસ્થા ખોડલધામ હવે યુવાનોને રાજકારણના પાઠ ભણાવશે.ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં આ અંગે એક સેમિનાર (Khodaldham seminar) યોજાયો.સેમિનારમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું.

કોઈ પણ સમાજના યુવક-યુવતી આ કોર્ષ કરી શકશે

આ અંગે નરેશ પટેલે કહ્યું કે, રાજનિતીના ક્લાસ (poltical course) શરૂ કરાવાનો મુખ્ય હેતું રાજકારણમાં સજ્જન લોકો આવે તેવો છે. એક વર્ષનો આ કોર્ષ છે જેને છ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. માત્ર પાટીદાર જ નહીં પરંતુ કોઈ પણ સમાજના યુવક-યુવતી આ કોર્ષ કરી શકે છે.આ ઉપરાંત નરેશ પટેલે કહ્યું હતું કે, હાલ સરકારની કોઈ શૈક્ષણિક સંસ્થા (Education Institute) કે ખાનગી યુનિવર્સિટી કોર્ષને માન્યતા આપે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. અને જો કોઈ માન્યતા ન મળે તો ખોડલધામ સંસ્થા કોર્ષનું સર્ટીફિકેટ આપશે.

Next Video