Rajkot News : રેલનગર અંડરબ્રિજ વાહનચાલકો માટે બંધ, બે મહિના ચાલશે સમારકામ, જુઓ Video

રાજકોટના મહત્વના ગણાતા રેલનગરમાં આવેલા અંડરબ્રિજમાં માત્ર છ વર્ષમાં જ ફરીવાર સમારકામ કરવાની ફરજ પડી છે. મહત્વનુ છે કે જ્યાં સુધી સમારકામ ચાલશે ત્યાં સુધી એટલે કે, બે મહિના સુધી વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. વાહનચાલકોએ માધાપર ચોકડી અને પોપટપરાના નાળાવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેથી બે મહિના સુઝધી બેથી ત્રણ કિલોમીટર ફરીને જવાનો વારો આવશે.

| Edited By: | Updated on: Sep 29, 2023 | 4:59 PM

રાજકોટના રેલનગરમાં આવેલા અંડરબ્રિજમાં માત્ર છ વર્ષમાં જ ફરીવાર સમારકામ કરવાનો વારો આવ્યો. આ અંડરબ્રિજનું સમારકામ શરૂ કરી દીધું છે. આ સમારકામ 60 દિવસ એટલે કે, બે મહિના ચાલશે. તેથી બે મહિના સુધી આ અંડરબ્રિજ વાહનચાલકો માટે બંધ રહેશે. મળતી માહિતી અનુસાર, તળિયામાં કેમિકલ નાખી વોટરપ્રૂફિંગ કરવામાં આવશે. જેથી બારેમાસ આવતું પાણી અટકી જશે.

આ સિવાય અહીં પંપિંગ મશીનો પણ બદલવામાં આવશે. તો બ્રિજનો ઢાળ પણ સરખો કરવામાં આવશે. તેથી વાહનચાલકોને પણ આગામી દિવસોમાં કોઇ મુશ્કેલીનો સામનો કરવાનો વારો નહીં આવે. હવે સવાલ એ છે કે, 6 વર્ષમાં જ એવું તો શું થયું કે અંડરબ્રિજનું સમારકામ કરવાની ફરજ પડી. આ મામલે અધિકારીઓને પૂછતા તેમણે કહ્યુ કે, આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ રહે છે અને તેનો ઢોળ બ્રિજ તરફ છે. તેથી અંડરબ્રિજમાં પણ પાણી ભરાઇ જાય છે.

આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્ર યુનિવિર્સિટી ફરી વિવાદમાં આવી, પ્રોફેસરની ભરતી પ્રક્રિયાને લઈ ઉઠ્યા સવાલ, જુઓ Video

તો જ્યાં સુધી સમારકામ ચાલશે ત્યાં સુધી એટલે કે, બે મહિના સુધી વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. અહીં દિવસમાં રેલનગર, પોપટપરા, સંતોષીનગર વિસ્તારના લોકો પસાર થતા હોય છે. આ વાહનચાલકોએ માધાપર ચોકડી અને પોપટપરાના નાળાવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેથી બે મહિના સુઝધી બેથી ત્રણ કિલોમીટર ફરીને જવાનો વારો આવશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો