Rajkot: ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય સરકારને પત્ર લખ્યો, પોતાના મત વિસ્તારના વિકાસ માટે 20 કરોડની ગ્રાંટની માગ કરી

|

Jan 30, 2022 | 8:59 AM

ગોવિંદ પટેલે મુખ્યપ્રધાનને પત્રમાં લખ્યું છે કે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જેટલા ઓડિટોરિયમ આવેલા છે, પરંતુ રાજકોટ દક્ષિણમાં ઓડિટોરિયમ નથી. જેથી આ વિસ્તારના લોકોને લાભ થાય તે માટે ઓડિટોરિયમ બનાવવામાં આવે.

રાજકોટ (Rajkot) દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ (MLA Govind Patel) મુખ્યપ્રધાનને તેમના મત વિસ્તારમાં વિકાસ કામો (Development works) માટે ગ્રાન્ટની ફાળવણી માટે પત્ર લખ્યો છે. ગોવિંદ પટેલે તેમના મત વિસ્તારમાં ઓવરબ્રિજ અને ઓડિટોરીયમ માટે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની માગ કરી છે.

ગોવિંદ પટેલે મુખ્યપ્રધાનને પત્રમાં લખ્યું છે કે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જેટલા ઓડિટોરિયમ આવેલા છે, પરંતુ રાજકોટ દક્ષિણમાં ઓડિટોરિયમ નથી. જેથી આ વિસ્તારના લોકોને લાભ થાય તે માટે ઓડિટોરિયમ બનાવવામાં આવે. સાથે સાથે ગોંડલ રોડ ઓવરબ્રિજ સાંકળો હોવાથી ટ્રાફિંકની સમસ્યા હલ થાય તે હેતુથી ઢેબર રોડથી પીડી માલવિયા કોલેજ સુધીનો બ્રિજ બનાવવાની માગ પણ પત્રમાં મુકી છે.

ગોવિંદ પટેલે લખેલા પત્રમાં ઓવરબ્રિજ માટે 10 કરોડ અને ઓડિટોરિયમ માટે 10 કરોડ મળીને કુલ 20 કરોડની ગ્રાંટની માગ કરી છે. ગોવિંદ પટેલનો આરોપ છે કે તેમના મત વિસ્તારમાં એકપણ ઓડિટોરિયમ નથી, જેના પગલે કલા સાંસ્કૃતિક જેવા કાર્યક્રમોનું નાગરિકો આયોજન નથી કરી શકતા. રાજકોટ શહેરના અન્ય વિસ્તારના લોકોને જે રીતે આ લાભ મળે છે તે રીતે રાજકોટ દક્ષિણના લોકોને પણ ઓડિટોરિયમનો લાભ મળે તે માટે તેમણે પત્રમાં રજૂઆત કરી છે.

આ પણ વાંચો- ગુજરાત સરકાર 3જી માર્ચે બજેટ રજૂ કરશે, આરોગ્ય સહિતના વિભાગો માટેની જોગવાઈઓમાં વધારો થવાની સંભાવના

આ પણ વાંચો- Dhandhuka: કિશન ભરવાડ કેસના હત્યારાઓને પોલીસ આજે ધંધુકા લાવશે, ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ પાળશે

Next Video