Rajkot : બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં સંડોવાયેલી 20 સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ રદ કરાયા

|

Feb 11, 2022 | 6:48 PM

8 ઓગસ્ટ 2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં 25 સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ ચાલતું હોવાનો રાજકોટ જિલ્લા કલેકટરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિપોર્ટ કર્યો હતો.

રાજકોટ(Rajkot)  પુરવઠા વિભાગે બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં(Finger Print Scam)  બે વર્ષ બાદ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડાએ 20 સસ્તા અનાજની (Fair Price Shops) દુકાનોના લાયસન્સ રદ કર્યા છે. જેમાં જેતપુરની 11, રાજકોટ શહેરની 8 અને 1 ત્રંબાની સસ્તા અનાજની દુકાનના લાયસન્સ રદ થયા છે..હજુ 4 સસ્તા અનાજની દુકાનોની તપાસ બાકી છે.જયારે કસ્તુરબાધામની 1 દુકાન પુનઃ શરૂ કરાશે. 8 ઓગસ્ટ 2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં 25 સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ ચાલતું હોવાનો રાજકોટ જિલ્લા કલેકટરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિપોર્ટ કર્યો હતો.

ગુજરાતના સસ્તા અનાજની દુકાનમાં અનાજનો પૂરવઠો મેળવવા માટે સરકારે અનાજ મેળવવાનરાના ફિંગર પ્રિન્ટ સ્કેન કરીને ટોકન આપવાની તેના આધારે જ જથ્થો ફાળવવાની સિસ્ટમ દાખલ કરી છે. જો કે આ પધ્ધતિમાં અનાજ મેળવનાર વ્યક્તિને દરેક સમયે પોતાના ફિંગર પ્રિન્ટ સ્કેન કરવાની ફરજ પડે છે. જેને પગલે દુકાનદારો દ્વારા બોગસ ફિંગર પ્રિન્ટનું રેકેટ ચલાવવામાં આવતું હતું. જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવ્યું હતું. જેના આધારે જે તે જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવી હતી. તેના આધારે જે તે દુકાનદારો વિરુદ્ધ પૂરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો

આ પણ વાંચો : Kutch: બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રાખવા મુદ્દે ભૂજમાં કોંગ્રેસનો વિરોધ, પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત

Published On - 6:24 pm, Fri, 11 February 22

Next Video