Rajkot: ગુમ થયેલી સગીરા હત્યા કેસમાં ACPની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના

|

Jun 29, 2023 | 11:44 PM

મહત્વનું છે કે મૃતક સગીરા અમદાવાદ હાઈવે નજીક યુવરાજનગર વિસ્તારમાંથી ગત 27 જૂને ગુમ થઈ હતી.. પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા.આ દરમિયાન હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કમિશનરે રાજુ ભાર્ગવે તપાસ કમિટીની રચના કરી છે.

Rajkot : રાજકોટમાં છેલ્લા બે દિવસથી ગુમ થયેલી સગીરાનો(Minor Girl)  હત્યા (Murder)  કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો છે.. અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા બંધ લેથ મશીનના કારખાનામાંથી 13 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે.સગીરા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો : Ahmedabad : ગોમતીપુર લવ જેહાદ કેસમાં યુવકની ધરપકડ, બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરાશે

મહત્વનું છે કે મૃતક સગીરા અમદાવાદ હાઈવે નજીક યુવરાજનગર વિસ્તારમાંથી ગત 27 જૂને ગુમ થઈ હતી.. પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા.આ દરમિયાન હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કમિશનરે રાજુ ભાર્ગવે તપાસ કમિટીની રચના કરી છે.

ACP વીએમ રબારીની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.. ઘટનામાં આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો લગાડવામાં આવી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video