Rajkot: આર.કે બિલ્ડર ગૃપ સામે આવકવેરા વિભાગના દરોડા, 40 જેટલી મિલ્કત સિઝ કરવાની કાર્યવાહી

|

Aug 09, 2022 | 6:44 PM

Rajkot: શહેરના મોટા ગજાના આર.કે બિલ્ડર ગૃપ પર આવકવેરા વિભાગે દરોડા કર્યા છે. જેમાં તેમના બિનહિસાબી નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાની બાતમીને આધારે આવકવેરા વિભાગે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

અમદાવાદમાં ચિરિપાલ ગૃપ સામે આઈટીએ હાથ ધરેલી તપાસ બાદ હવે રાજકોટ (Rajkot)માં આર.કે બિલ્ડર ગૃપ પર આવકવેરા વિભાગે દરોડા કર્યા છે. રાજકોટના મોટા ગજાના આર.કે બિલ્ડર ગૃપ (R K Builder Group) પર આવકવેરા વિભાગે (Income Tax Department) દરોડા પાડ્યા છે. જેમાં આર.કે ગૃપની 40 મિલ્કત એટેચ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આર.કે બિલ્ડર ગૃપના મોટા ગજાના નાણાકીય વ્યવહારોને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટના અન્ય મોટા ગજાના બિલ્ડર પણ રડારમાં હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં તેમની પણ મિલકતો અંગે તપાસ થઈ શકે છે.

આર.કે. બિલ્ડર ગૃપ ITની રડારમાં

થોડા સમય પહેલા આર.કે. બિલ્ડર ગૃપ પર આઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે હવે તેની 40 જેટલી મિલકતો તે એટેચ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આર.કે ગૃપના નાણાકીય વ્યવહારો સામે આવ્યા તેમાં એક મોટા ગજાના બિલ્ડરનું નામ પણ સામે આવ્યુ હતુ. ત્યારે તેની મિલ્કતોને લઈને આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે, તેવી પણ આધારભૂત સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. આ અંગે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ, તેમજ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

જો આ કાર્યવાહી થશે તો રાજકોટમાં આઈટી અને ઈડીની મોટી કાર્યવાહી થાય તેવુ પણ લાગી રહ્યુ છે. આપને જણાવી દઈએ આર.કે બિલ્ડર ગૃપ સહિત શહેરના મોટા ગજાના અન્ય બિલ્ડર પણ આઈટીની રડારમાં છે અને તેમની સામે પણ તપાસ થાય તેવી પૂરી શક્યતા છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Next Video