રાજકોટઃ ગોંડલ APMCમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના વિવાદ મુદ્દે નવો વળાંક, યાર્ડે મૂર્તિનું પેમેન્ટ ન કરતા જગદીશ સાટોડિયાએ કરી નાણાની ચૂકવણી- Video

રાજકોટઃ ગોંડલ APMCમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના વિવાદ મુદ્દે નવો વળાંક, યાર્ડે મૂર્તિનું પેમેન્ટ ન કરતા જગદીશ સાટોડિયાએ કરી નાણાની ચૂકવણી- Video

| Edited By: | Updated on: Nov 29, 2026 | 6:33 PM

ગોંડલ APMCમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. APMCના જનરલ બોર્ડમાં અગાઉ પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ પસાર થયા બાદ જગદીશ સાટોડિયાએ પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. પ્રતિમા તૈયાર થયા બાદ મૂર્તિકારે બિલ રજૂ કર્યું, પરંતુ લાંબા સમય સુધી તેની ચૂકવણી ન થતાં પ્રતિમાની સ્થાપના અટકી હતી. આ મુદ્દે યાર્ડના સંચાલન […]

ગોંડલ APMCમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. APMCના જનરલ બોર્ડમાં અગાઉ પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ પસાર થયા બાદ જગદીશ સાટોડિયાએ પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. પ્રતિમા તૈયાર થયા બાદ મૂર્તિકારે બિલ રજૂ કર્યું, પરંતુ લાંબા સમય સુધી તેની ચૂકવણી ન થતાં પ્રતિમાની સ્થાપના અટકી હતી. આ મુદ્દે યાર્ડના સંચાલન અને ચૂકવણીને લઈને વિવાદ ઊભો થયો હતો.

હવે જગદીશ સાટોડિયાએ પોતાના અંગત ખર્ચે પ્રતિમાની બાકી રકમ ચૂકવી દીધી છે અને આગામી 8 ડિસેમ્બરે ગોંડલ APMC યાર્ડમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. વિઠ્ઠલ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા યાર્ડના ચેરમેન અને સેક્રેટરીને પત્ર લખીને સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા પણ સ્થાપિત કરવાની રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે જગદિશ સાટોડિયાએ જણાવ્યુ કે જેવી મૂર્તિ કહેતા હતા પ્રમાણે જ આપણે બનાવી પછી મેં અલ્પેશભાઈને વારંવાર ફોન કર્યા એમણે પેમેન્ટ માટે હા પણ પાડી હતી પરંતુ મોકલ્યુ નહીં એટલે મેં પછી મારા સ્વખર્ચે મે 5 લાખ0 રૂપિયાની ચુકવણી કરી દીધી અને મૂર્તિ ત્યાંથી લઈ આવવાનું નક્કી કર્યું. અમે બધાએ ભેગા થઈને અને આવતી 8 તારીખે અમે એ મૂર્તિને લઈને વાજતેગાજતે ગોંડલ એપીએમસીના સત્તાધીશું સોપવા જવાના છીએ.

ગીર સોમનાથના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું થયુ આગમન, ચારે બાજુ જોવા મળ્યા મનમોહક દૃશ્યો- જુઓ Video

Published on: Nov 29, 2026 06:31 PM
Follow Us
Loading...
Unable to load recommendations.