Rajkot: કાપડ બાદ ફૂટવેરના વેપારીઓએ ચડાવી બાંયો, GST દરના વધારાનો કર્યો વિરોધ

|

Jan 04, 2022 | 4:43 PM

રાજકોટમાં ફૂટવેરના વેપારીઓએ દુકાનો બંધ રાખીને GST દરના વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ એકત્ર થઈને વિરોધની રણનીતિ તૈયાર કરી હતી.

કાપડ બાદ હવે ફૂટવેરના વેપારીઓ (Footwear merchants)એ પણ GST દરના વધારા (Increase in GST rate)નો વિરોધ કર્યો છે. સરકાર દ્વારા એક હજારથી ઓછા રૂપિયાના ફૂટવેરનો GST દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ ભાવવધારો (price rise) પરત ખેંચવાની સૌરાષ્ટ્ર ફૂટવેર એસોસિએશને માગ કરી છે.

રાજકોટમાં ફૂટવેરના વેપારીઓએ દુકાનો બંધ રાખીને GST દરના વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ એકત્ર થઈને વિરોધની રણનીતિ તૈયાર કરી હતી. 31 ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હી (Delhi)માં નાણા પ્રધાન (Minister of Finance) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક મળી હતી.

આ બેઠકમાં સસ્તા કપડા પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા પર સહમતિ સધાઈ ન હતી. જેના કારણે સામાન્ય માણસને મોટી રાહત મળી હતી. ત્યારે હવે ફૂટવેરના વેપારીઓ GST દરના વધારાનો વિરોધ કરી રહ્યા છે.

GST કાઉન્સિલની 46મી બેઠકમાં ભાગ લેનારા ઘણા રાજ્યોના નાણા પ્રધાનો સપ્ટેમ્બરમાં કાપડ અને ફૂટવેર ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની વિરુદ્ધ હતા. આ બેઠકમાં 1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પરના જીએસટી દરમાં વધારો કરીને ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સામાન્ય માણસ પગરખાં પર કેટલો ટેક્સ ચૂકવે છે?

1000 રૂપિયા સુધીના શૂઝ પર 12 ટકા GST વસૂલવામાં આવે છે. GSTનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવામાં આવ્યો છે. જેથી ફૂટવેરના વેપારીઓની રજૂઆત છે કે ફૂટવેર મોંઘા થતાં વેપારીઓની ઘરાકીમાં ઘટાડો થશે. ફૂટવેરના વેપારીઓએ એવી પણ રજૂઆત કરી છે કે GSTમાં વધારાના કારણે નાના વેપારીઓને મુશ્કેલી પડી શકે છે. તેથી વેપારીઓએ GSTનો વધારો પાછો ખેંચવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ ભરતી કૌભાંડના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા,”કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે”

આ પણ વાંચોઃ ARVALLI : ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડમાં અરવિંદ પટેલની અટકાયત, જાણો વધુ કોની કોની અટકાયત થઇ શકે છે ?

Next Video