રાજકોટમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. RMC દ્વારા ફાસ્ટફૂડ, ડેરી અને બેકરીમાં દરોડા પાડીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મવડી ચોકડી નજીક શિવમ દાબેલીમાંથી 5 કિલો વાસી દાબેલી મળી આવતાં આવતાં સ્થળ પર જ તેનો નાશ કરીને નોટિસ અપાઈ છે. આ તરફ બિગબાઈટ કિચનમાંચઈ 4 કિલો વાસી બેકરી પ્રોડક્ટ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરીને નોટિસ અપાઈ છે. બીજી તરફ નાનામૌવા રોડ પર મેંગો ચીલી રેસ્ટોરન્ટમાંથી 6 કિલો વાસી ખોરાક મળી આવ્યો અને મવડીમાં આવેલી રાધેશ્યામ ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના ફેલ થયા છે.
આ પણ વાંચો-Gujarati Video: મનપાના પશ્ચિમ વિભાગનો લાંચિયો ઈજનેર ઝડપાયો, રૂ. 20 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યો
બે દિવસ પહેલા રાજકોટમાં રૈયા રોડ અને માલવિયા વિસ્તારમાં આરોગ્ય વિભાગે કેરીના રસના વિક્રેતાના ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. ચેકિંગ કરતાં સામે આવ્યું છે કે, કેરીના રસમાં એસેન્સ અને કલરનું મિશ્રણ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ બિનઆરોગ્યપ્રદ રસ વેચતા કનકાઈ સ્ટોરમાંથી 160 કિલો અને રાજ સ્ટોરમાંથી 210 કિલો એમ કુલ મળીને 370 કિલો બિનઆરોગ્યપ્રદ કેરીના રસને નાશ કર્યો હતો.
રસ વિક્રેતાઓ નફો કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થય સાથે સરેઆમ ચેડા કરી રહ્યા છે. કેમકે હાલ બજારમાં કેરીના ભાવ પ્રતિ 10 કિલો 1100થી 1200 રૂપિયા ચાલી રહ્યા છે. પરંતુ બજારમાં કેરીનો રસ 120થી 140 રૂપિયામાં મળી રહ્યો છે. ત્યારે આવા સમયે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે કેરીના રસના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડી તેમની સામે કાર્યવાહી કરી છે.
(વિથ ઇનપુટ-રોનક મજેઠિયા, રાજકોટ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…