વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. ઓગષ્ટ બાદ હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવાને લઈ હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ વિના સિંચાઈ મુશ્કેલ બનતા હવે રાજકોટ જિલ્લામાં મગફળી અને કપાસના પાક નિષ્ફળતાને આરે હોવાની સ્થિતિ છે. સ્થાનિક ખેડૂતો હવે વરસાદ વિના પાકને સુકાતો જોવા મજબૂર બન્યા છે.
રાજકોટ વિસ્તારમાં હાલમાં અનેક ખેતરમાં સૂકા પાક જોવા મળી રહ્યા છે. જે રીતે હાલમાં સિંચાઈ વરસાદને લઈ મળી નથી રહ્યુ અને જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. બોર અને કૂવામાં ભૂગર્ભ જળ પણ ઉંડા ઉતરવાને લઈ હવે સિંચાઈ થઈ શક્યુ નથી. એક તરફ સરકાર 10 કલાક વિજળી આપવાની વાત કરે છે, પરંતુ એટલા કલાક ભૂગર્ભ જળ ચાલે એવી સ્થિતિ નથી. વિસ્તારમાં કેનાલ જેવી સિંચાઈનુ નેટવર્ક યોગ્ય નથી અને એટલે જ પાકને સિંચાઈ કરી શકાય એમ નથી.
Published On - 7:35 pm, Mon, 11 September 23