Rajkot: હડતાળનો આજે પાંચમો દિવસ, તબીબોએ કાળા કપડાં પહેરી કર્યો વિરોધ, મૃતકના પોસ્ટમોર્ટમ માટે ભારે હાલાકી
આ અંગે સિવીલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડૉ.હેતલ ક્યાડાએ કહ્યું હતું કે સરકારે જે માંગ સંતોષવાની બાંહેધરી ત્રણ મહિના પહેલા આપી હતી તેવી જ ગઇકાલે આપી છે.
Rajkot: પોતાની અલગ અલગ માંગોને લઇને સિનીયર તબીબો(Doctors) હડતાળ (Strikes) પર છે. આજે સિનીયર તબીબોએ કાળા કપડાં પહેરીને પોતાનો વિરોધ કર્યો હતો. મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં ૩૦૦ જેટલા સિનીયર તબીબોએ કાળાં કપડાં પહેરીને મૌન ધારણ કર્યું હતું. તબીબોની હડતાળના પગલે દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી મૃતકના સ્વજનોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ આવવું પડી રહ્યું છે.
સરકાર લેખિતમાં બાંહેધરી આપે હડતાળ સમેટી લેશું- ડૉ.હેતલ ક્યાડા
આ અંગે સિવીલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડૉ.હેતલ ક્યાડાએ કહ્યું હતું કે સરકારે જે માંગ સંતોષવાની બાંહેધરી ત્રણ મહિના પહેલા આપી હતી તેવી જ ગઇકાલે આપી છે. પરંતુ બાંહેધરી આપ્યા બાદ તેની અમલવારી થઇ નથી. સરકાર જો લેખિતમાં ઠરાવ કરે તો અમે તુરંત જ અમારી હડતાળ સમેટી લેશું. અમે હડતાળ સમેટવા માટે તૈયાર છીએ.
રાજકોટ સિવીલમાં પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે-ડૉ.હેતલ ક્યાડા
સૌરાષ્ટ્રના તબીબો હડતાળ પર છે ત્યારે નાના શહેરો અને જિલ્લાઓની સિવીલ હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ થઇ રહ્યું નથી. પરિણામે મૃતકના સગાંએ રાજકોટ સુધી આવવું પડી રહ્યું છે.આ અંગે ફોરેન્સિક વિભાગના વડાએ કહ્યું હતું કે રાજકોટમાં કરાર આધારીત પ્રોફેસરો અને આસિસટન્ટ પ્રોફેસરો ફરજ બજાવે છે. જેથી રાજકોટમાં તાત્કાલિક અસરથી પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે.
આ પણ વાંચો :Gujarat માં કોરોનાની રિએન્ટ્રી, નેશનલ લો યુનિવર્સિટીના 15 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ