Rajkot: નરેશ પટેલને દિલીપ સંઘાણીનો ગર્ભિત ઇશારો, હાર્દિક પટેલની શું સ્થિતિ થઇ તે બધા જાણે છેઃ દિલીપ સંઘાણી

|

Mar 17, 2022 | 2:31 PM

નરેશ પટેલ શનિવારે દિલ્હીમાં કેટલાક ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે દિલ્હીમાં ઔદ્યોગિક મેળો હતો.

Rajkot: નરેશ પટેલને (Naresh Patel) હું આદર આપુ છું, પરંતુ જો તેઓ રાજનીતિમાં જોડાશે તો હાર્દિક પટેલ (Hardik patel) જેવા હાલ થશે. આ સલાહ સાથે ગર્ભિત ઇશારો કર્યો પાટીદાર આગેવાન અને (BJP)ભાજપના નેતા દિલીપ સંઘાણીએ ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે દિલીપ સંઘાણીએ નરેશ પટેલના આ નિર્ણય મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી. અને હાર્દિકનું ઉદાહરણ આગળ ધરીને તેઓએ ચેતવ્યા.

એટલું જ નહીં દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પાસે કેટલીક સ્પષ્ટતા પણ માગી. દિલીપ સંઘાણીએ પુછ્યુ કે સમાજ એટલે કોણ તેની નરેશ પટેલ સ્પષ્ટતા કરે. તેઓએ દાવો કર્યો કે હું 11 વર્ષથી લેઉવા સમાજનો પ્રમુખ છું, પણ હજુ સુધી મને નરેશ પટેલે રાજનીતિમાં પ્રવેશ અંગે કોઇ વાત નથી કરી.

નરેશ પટેલ શનિવારે દિલ્હીમાં કેટલાક ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે દિલ્હીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા. જેમને મળવા માટે હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્હી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી.

 

આ પણ વાંચો : Surat: દેવુ વધી જતાં બનાવ્યો લૂંટ કરવાનો પ્લાન, 18 લાખ ભરેલી બેગની લૂંટ તો કરી પણ આખરે આવી ગયા પોલીસ પકડમાં

આ પણ વાંચો : Miss World 2021 : પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ જીત્યો મિસ વર્લ્ડ 2021 નો તાજ, ભારતની મનસા વારાણસીને ટોપ 6માં પણ ન મળ્યુ સ્થાન

Next Video