રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા આદેશ

| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:47 PM

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને ઑનલાઈન અને ઑફલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . તેમાં પણ શાળાએ જતાં વિધાર્થીઓ (Student) અને શિક્ષકો (Teacher) પણ કોરોનાના શિકાર બની રહ્યા છે. જેમાં રાજકોટમાં(Rajkot)વિદ્યાર્થી અને શિક્ષકોમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. ત્યારે શાળામાં હાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જ્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને ઑનલાઈન અને ઑફલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

જો કોઈ શાળા ઑનલાઈન શિક્ષણ આપવાનો ઈનકાર કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓમાં અભ્યાસની સાથે જ બાળકોનું સ્વાસ્થ્ય પણ સાચવવું જરૂરી છે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતું.

ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વધતાની સાથે શાળાએ જતાં વિધાર્થીઓ પણ કોરોના સંકમિત થઈ રહ્યા છે. જો કે રાજયના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હાલના સંજોગોના ઓફલાઇન શિક્ષણ બંધ નહિ કરવાનું જણાવ્યું છે. તેમજ હાલ વિધાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઈન બે રીતે શિક્ષણ મેળવી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ કોઇ પણ શાળા ઓનલાઇન શિક્ષણ આપવાનો ઇનકાર કરી શકશે નહિ. તેમજ કહ્યું કે સરકાર શાળાઓમાં કોરોનાની એસઓપીના પાલન થાય તે માટે કટિબધ્ધ છે.

આ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કોરોનાના કેસ વધતા  હવે એક્શન મોડમાં આવ્યો છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને રસીકરણ પર ભાર મૂકવાનો આદેશ આપ્યો છે.

આ  પણ વાંચો : SURAT : મોંઘવારીના કારણે પતંગની ખરીદીના ઉત્સાહમાં ઓટ, પતંગ બજારમાં ગ્રાહકોની સંખ્યા નહિવત

આ પણ વાંચો :  Vadodara: લો બોલો! “કોરોનાથી બચવા માસ્ક પહેરો”, માસ્ક પહેર્યા વગર ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની લોકોને સલાહ

Published on: Dec 28, 2021 05:45 PM