RAJKOT : ભાજપના MLA ગોવિંદ પટેલનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ તંત્રમાં હડકંપ મચાવે તેવો હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે.
RAJKOT : ફરી એક વખત રાજકોટ પોલીસ (POLICE) પર ગંભીર આરોપ લાગ્યા છે. રાજકોટના ધારાસભ્ય (MLA) ગોવિંદ પટેલે (Govind Patel) રાજકોટ પોલીસ કમિશનર (Commissioner of Police)પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને પણ રજુઆત કરી છે. ગોવિંદ પટેલનો આરોપ છે કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લે છે. ધારાસભ્યએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ તંત્રમાં હડકંપ મચાવે તેવો હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેમણે એક ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્સો માગ્યો હોવાનો આરોપ મુકયો છે. આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છેકે 15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશભાઈ સખીયાએ કર્યો હતો.
આ પણ વાંચો : ડીંગુચા બાદ કલોલમાં પણ અમેરિકા જવાની હોડમાં વિવાદ, એજન્ટોએ ઘરમાં ઘૂસીને પૈસા માટે ફાયરિંગ કર્યું