ગુજરાતમાં કોરોના કાળમાં ભાજપે સેવાનું કામ કર્યું છે : જેપી નડ્ડા

|

Sep 20, 2022 | 5:16 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજકોટથી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે.તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું ભાજપના કાર્યકરોને અભિનંદન આપું છું કે કોરોના રોગચાળામાં જ્યારે તમામ રાજકીય પક્ષો ઘરમાં બેઠા હતા ત્યારે ભાજપના કાર્યકરોએ લોકોની સેવા કરી છે.

ભાજપના(BJP)  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ(JP Nadda)  રાજકોટથી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે.જયાં તેમણે કહ્યું, ભાજપ ન માત્ર લોકસભા, વિધાનસભા પરંતુ નગરપાલિકાઓ પણ જીતે છે.2,720 નગરપાલિકાની બેઠકોમાંથી ભાજપે 2085 બેઠકો જીતી છે. આ ઉપરાંત તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું ભાજપના કાર્યકરોને અભિનંદન આપું છું કે કોરોના(Corona)  રોગચાળામાં, જ્યારે તમામ રાજકીય પક્ષો ઘરમાં બેઠા હતા, તેઓ ક્વોરેન્ટાઈન હતા, તે સમયે તમે સેવાના સંગઠન દ્વારા કરોડો લોકોની સેવા કરી છે. તેમજ ભાજપે આ સમયગાળામાં પણ સેવાનું કામ કર્યું છે. જ્યારે વિપક્ષે વિપક્ષે કોરોનાની રસી પર સવાલ ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયારે તાલુકા પંચાયતોની 3 હજાર 581 બેઠકો ભાજપે જીતી છે.દરેક ચૂંટણીમાં ભાજપની જીત પાછળ લાખો અને કરોડો કાર્યકરોની મહેનત દેશના ખૂણેખૂણે દેખાય છે.આ જ રસ્તે ભાજપ ચાલશે તો કયારેય અટકશે નહી.વધુમાં નડ્ડાએ કહ્યું, ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં પણ ભાજપને જનાદેશ મળે છે.મણિપુર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, લેહ-લદ્દાખ અને કર્ણાટકમાં પણ ભાજપ જીત્યું છે.જનતાના આશીર્વાદ ભાજપને હંમેશા મળતા રહ્યા છે.

Published On - 5:15 pm, Tue, 20 September 22

Next Video