Rajkot : માવઠાની આગાહી વચ્ચે બેડી યાર્ડનું તંત્ર સજ્જ, મગફળીને ઢાંકવામાં આવી

| Edited By: | Updated on: Dec 15, 2022 | 10:07 PM

સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીના પગલે જગતનો તાત અને યાર્ડના વેપારીઓ ચિંતામાં મુકાયા છે..રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી હોવાથી યાર્ડનું તંત્ર સજ્જ થયું છે.જયાં ખેડૂતો અને યાર્ડના અધિકારીઓ દ્રારા મગફળીના ઢગલા પર પ્લાસ્ટિક તેમજ તાડપત્રીથી ઢાંકવામાં આવી હતી..

સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીના પગલે જગતનો તાત અને યાર્ડના વેપારીઓ ચિંતામાં મુકાયા છે..રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી હોવાથી યાર્ડનું તંત્ર સજ્જ થયું છે.જયાં ખેડૂતો અને યાર્ડના અધિકારીઓ દ્રારા મગફળીના ઢગલા પર પ્લાસ્ટિક તેમજ તાડપત્રીથી ઢાંકવામાં આવી હતી.કમોસમી વરસાદ આવે તો યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળીને ભારે નુકસાન થઈ શકે છે..જોકે આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં મગફળીની આવક હાલ પૂરતી બંધ કરાઈ છે.હાલ યાર્ડમાં 20 હજાર ગુણી મગફળી હતી.. જે પૈકી 10 હજાર ગુણી મગફળીનું વેચાણ થઈ ચૂક્યુ છે..જ્યારે 10 હજાર ગુણી વહેંચવાની બાકી છે.

ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ડાંગ તથા વાસંદામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બદલાયેલા વાતાવરણને પગલે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ તો રાત્રે દેવભૂમિ દ્વારકા, ડાંગ, રાજકોટ નલિયા સહિતના શહેરોમાં ઠંડીનો પારો નીચો જશે.

નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી અને અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું

જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે..હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને દરિયો ખેડવામાં સાવધાની રાખવા જણાવાયું છે. રાજ્યમાં બે દિવસ બાદ 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધશે.રાજ્યમાં હાલમાં નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી અને અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે.