રાજકોટ જિલ્લા ક્લેકટરના નામે સોશિયલ મીડિયા દ્વારા પૈસા માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. કલેકટર પ્રભવ જોષીનુ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યુ હતુ અને જેના દ્વારા પોતાની અરજન્ટ બદલી થઈ હોવાનુ કહીને લોકો પાસેથી પૈસાની માંગણી કરવામા આવી હતી. પૈસાની માંગણી કરીને લોકોની સાથે છેતરપિંડી આચરવાના પ્રયાસને લઈ હવે જિલ્લા ક્લેકટર પ્રભવ જોષીએ આ અંગે લોકોને અપીલ કરવામાં આવી છે.
ક્લેકટર પ્રભવ જોષીના નામે એક ફેક એકાઉન્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ અને જેના થકી લોકોનો સંપર્ક કરીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. લોકોને ફોનથી વાત કરવાનો પ્રયાસ પણ ફોન નંબર માંગીને કરવામાં આવ્યો હતો. ફેક એકાઉન્ટ દ્વારા પૈસા પડાવવા માટે થઈ રહેલા પ્રયાસ અંગેની જાણકારી પ્રભવ જોષીને મળતા જ તેઓએ આ અંગુ તુરત પોતાના ફેસબુક એકાઉન્ટ મારફતે સંપર્કમાં આવીને પૈસાની લેવડ દેવડ નહીં કરવા માટે અપીલ કરી હતી. આવા ફેક એકાઉન્ટથી સાવચેત રહેવા માટે પણ તેઓએ અપીલ કરી હતી. ગુજરાતમાં અગાઉ પણ IPS અને અન્ય અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનુ સામે આવ્યુ હતુ. હાલમાં પણ એક DySP ના નામે ફેક એકાઉન્ટ વડે પૈસાની માંગણી કરવામાં આવી હતી.
Published On - 9:07 pm, Sat, 5 August 23