Rajkot : લો બોલો ! શિફ્ટ પૂરી થતાં પાયલોટે ફ્લાઇટ ટેકઓફ કરવાની ના પાડી…2 સાંસદ સહિત 100 મુસાફરો અટવાયા, જુઓ Video
રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટના પાયલોટે શિફ્ટ પૂરી થઇ ગઇ હોવાનું કહીને ફ્લાઇટ ઉડાડવાની ના પાડી દીધી હતી. જેના કારણે 2 સાંસદો સહિત 100 મુસાફરો અટવાયા હતા.
Rajkot : રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર એક અનોખી ઘટના સામે આવી છે. રાજકોટ એરપોર્ટથી દિલ્હી જતી ફ્લાઇટ પાયલોટની જીદના કારણે ટેકઓફ કરી શકી નહોતી. રાજકોટ એરપોર્ટ પર પાયલોટે શિફ્ટ પૂરી થઇ ગઇ હોવાનું કહીને ફ્લાઇટ ઉડાડવાની ના પાડી દીધી હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા.
આ પણ વાંચો Rajkot: રાજકોટના ખારચિયા ગામે મૂશળધાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા- જુઓ Video
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટના પાયલોટે શિફ્ટ પૂરી થઇ ગઇ હોવાનું કહીને ફ્લાઇટ ઉડાડવાની ના પાડી દીધી હતી. જેના કારણે 2 સાંસદો સહિત 100 મુસાફરો અટવાયા હતા. આ ફ્લાઈટથી સાંસદ મોહન કુંડારિયા અને પૂનમ માડમ દિલ્હી જવાના હતા, પરંતુ પાયલોટની જીદના કારણે બંને સાંસદો પણ અટવાયા હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
