RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Comનું પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

|

Dec 23, 2021 | 7:11 PM

આ અંગે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને જો પેપર લીક થયું છે તો આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે.

RAJKOT:  રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે. હવે આમ આદમી પાર્ટી પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવા પહોચી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ પેપર સવારે 9 વાગ્યાથી જ વોટ્સએપ પર ફરતું થયું હતું.

આ અંગે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને જો પેપર લીક થયું છે તો આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે. આમ આદમી પાર્ટીએ એવું પણ કહ્યું હતું કે, કુલપતિએ તેમને તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી છે.

જો કે, વધુ એક પેપર લીકના આક્ષેપથી અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, પેપર કોણે લીક કર્યું ? પેપરના સીલ ક્લાસરૂમમાં સુપરવાઈઝર વિદ્યાર્થીઓને બતાવીને ખોલતા હોય છે. તો આ પેપર ક્યાંથી આવ્યું ? પેપર કોની કોની પાસે પહોંચ્યું છે ? B.Comનું પેપર લીક કરવાના પણ લાખો રૂપિયા લેવાયા છે ? દરેક પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી જ રીતે ચેડાં કરવામાં આવી રહ્યા છે ? સવારની ઘટનામાં અત્યાર સુધીમાં કેમ નથી થઈ કોઈ કાર્યવાહી ?

આ પણ વાંચો : ગુજરાતમાં ઓમિક્રોનને લઇને આરોગ્ય વિભાગ સતર્ક, કહ્યું ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરાયો

આ પણ વાંચો : Ahmedabad : GLS યુનિવર્સિટીમા ABVPના કાર્યકર્તાઓ પર રેગિંગ કરવાનો આક્ષેપ, ઘટનાનો વિડીયો વાયરલ

Next Video