Rajkot: આજી ડેમ નજીક થોરાળા વિસ્તારમાં લમ્પી વાઈરસથી મોતને ભેટી ગાય

|

Jul 21, 2022 | 6:41 PM

રાજકોટમાં (Rajkot) પણ લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. રાજકોટના આજી ડેમ નજીક થોરાળા વિસ્તારમાં આવેલી વિડીમાં 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. આ મોત લમ્પી વાયરસને (Lumpy Virous) કારણે નિપજ્યા હોવાનો માલધારી સમાજે દાવો કર્યો છે.

આખા રાજ્યમાંથી લમ્પી વાઈરસે પશુઓને ભરડામાં લીધા છે, ત્યારે રાજકોટમાં (Rajkot) પણ લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. રાજકોટના આજી ડેમ નજીક થોરાળા વિસ્તારમાં આવેલી વિડીમાં 10 ગાયોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. આ મોત લમ્પી વાયરસને (Lumpy Virous) કારણે નિપજ્યા હોવાનો માલધારી સમાજે દાવો કર્યો છે. સાથે જ રાજકોટ મનપા સંચાલિત ઢોર ડબ્બામાં પણ કેટલાક ઢોરના મોત નિપજ્યા છે તે માટે ક્યું કારણ જવાબદાર છે તે અંગે પણ તપાસ કરવાની માગણી કરી છે. બીજી તરફ તંત્રના અધિકારીઓએ પશુઓનું રસીકરણ કરવાની કવાયત શરૂ કરી છે. જો કે માલધારી સમાજના અગ્રણી રણજીત મુંઘવાએ આક્ષેપ કર્યો છે કે પશુપાલન વિભાગ પાસે પૂરતી રસી નથી અને સ્ટાફનો પણ અભાવ છે.

કચ્છમાં પાંજરાપોળના પ્રમુખ આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં

કચ્છ જિલ્લામાં પણ પશુઓના ટપોટપ થતાં મોત મુદ્દે મામલો ગરમાયો છે, ત્યારે સરકારે પાંજરાપોળને મળતી સહાય પણ 3 માસથી અટકાવી દીધી છે, જે મુદ્દે ભૂજની રાતાતળાવ પાંજરાપોળના પ્રમુખ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે પાંજરાપોળ માટે સહાય અને તંત્ર દ્વારા લમ્પી વાયરસનો ભોગ બનેલા પશુઓની સારવારની માગ કરી છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 27 હજાર પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 81,300 પશુઓનું વેક્સિનેશન કરાયું છે અને આવનાર 10 દિવસમાં દોઢ લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવશે.

અમરેલીના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. ઈશ્વરીયા, કરિયાણા, નાની કુંડળ સહિતના ગામોમાં 10 જેટલા પશુઓના લમ્પી વાયરસના લીધે મોત થયાં છે, જેના પગલે તંત્ર પણ એલર્ટ છે, હાલ આ વિસ્તારના 60 જેટલા પશુઓ વાયરસના લીધે બીમાર છે.

Next Video