રાજકોટના હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય, કમરતોડ રસ્તાથી લોકોને પારાવાર મુશ્કેલી

રસ્તા એ હદે ખરાબ છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે.કમરતોડ રસ્તાથી હાલ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

રાજકોટના હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય, કમરતોડ રસ્તાથી લોકોને પારાવાર મુશ્કેલી
Bad condition of road in Rajkot
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 17, 2022 | 6:45 PM

રાજકોટમાં(Rajkot)  વરસાદ (Rain) બાદ હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.રસ્તા એ હદે ખરાબ છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે.કમરતોડ રસ્તાથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.અમદાવાદ-જૂનાગઢ હાઇવે (Ahmedabad Junagadh highway) પર સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યાં છે. ગ્રીન લેન્ડ ચોકડીથી લઇને ગોંડલ રોડ (Gondal road) ચોકડી સુધી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેને લઇ લોકોને અકસ્માતનો (Accident) ભય સતાવી રહ્યો છે.તો વાહનોને પણ મોટાપાયે નુકસાન થઈ રહ્યુ છે.

મુશળધાર વરસાદના કારણે તંત્રની પોલ ખુલી ગઈ

રાજકોટમાં મુશળધાર વરસાદના (heavy rain) કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે. સ્થિતિ તાલુકાઓમાં વધુ વિકટ છે. વાત ધોરાજીની કરીએ તો આખુ શહેર ખાડા નગરી બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો ચાલવા લાયક પણ રહ્યા નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદ પહેલા સ્થાનિકોના રોષને ખાળવા લાખો રૂપિયાના ખર્ચે રેતી-કપચી નાંખી રોડને રિપેર કરવામાં આવ્યા.પરંતુ ધોરાજીમાં(Dhoraji)  પડેલા વરસાદે તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે.

ભાજપ-કોંગ્રેસ રાજકારણ કરવામાં વ્યસ્ત

એક તરફ ખરાબ રોડ-રસ્તા અને ખાડાઓથી જનતા પરેશાન છે અને બીજી તરફ ભાજપ-કોંગ્રેસે રોડ-રસ્તાની સ્થિતિને લઈને રાજકારણ કરવામાં વ્યસ્ત છે. ભાજપે કોંગ્રેસ સાશિત નગરપાલીકા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે.ભાજપે આરોપ લગાવ્યો કે ટેન્ડરના નીતિ-નિયમોને નૈવે મૂકી અને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati