Rajkot News : સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સ્લેબનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 01, 2023 | 7:25 AM

રાજકોટના સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. RMCની તપાસમાં સ્લેબનું બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. સ્લેબનું બાંધકામ ગેરકાયદે હોવાનો RMCના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે 1992માં પાલિકા અને બિલ્ડર વચ્ચે જમીનની આપ-લે થઇ હતી.ત્યારબાદ બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કર્યું હતું.

Rajkot : રાજકોટના સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. RMCની તપાસમાં સ્લેબનું બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. સ્લેબનું બાંધકામ ગેરકાયદે હોવાનો RMCના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે 1992માં પાલિકા અને બિલ્ડર વચ્ચે જમીનની આપ-લે થઇ હતી.

આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્ર યુનિવિર્સિટી ફરી વિવાદમાં આવી, પ્રોફેસરની ભરતી પ્રક્રિયાને લઈ ઉઠ્યા સવાલ, જુઓ Video

ત્યારબાદ બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કર્યું હતું. એટલું જ નહીં જે જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું. તે પણ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જેથી હવે ટૂંક સમયમાં જ RMC મોટી કાર્યવાહી કરી શકે છે. મહત્વનું છે કે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 10 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો