સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ, તલોદમાં અડધો ઈંચ નોંધાયો, જુઓ વીડિયો

|

Jul 01, 2024 | 1:19 PM

હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામવાને લઈ ખેડૂતોમાં આનંદ વર્તાયો છે. સાબરકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી.

સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામવાને લઈ ખેડૂતોમાં આનંદ વર્તાયો છે. સાબરકાંઠા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી.

આ પહેલી રવિવારે સાંજે પણ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.ખાસ કરીને ઈડરમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ઈડરમાં 54 મીમી કરતા વધુ વરસાદ સોમવારે સવાર સુધીમાં અંતિમ 24 કલાક દરમિયાન વરસ્યો હતો. જ્યારે તલોદમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વિજયનગર અને વડાલીમાં પણ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video