અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ

|

Jun 24, 2024 | 10:53 AM

અરવલ્લી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ ગાજ વીજ સાથે વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ સોમવારે સવારે વરસ્યો હોવાના સમાચાર છે. વિજયનગર, વડાલી અને હિંમતનગર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રવિવારની સાંજથી શરુ થયો છે. ચોમાસાનો પ્રથમ વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા મોટી રાહત સર્જાઈ હતી. અરવલ્લી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ ગાજ વીજ સાથે વરસ્યો હતો.

ખેડબ્રહ્મામાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ સોમવારે સવારે વરસ્યો હોવાના સમાચાર છે. વિજયનગર, વડાલી અને હિંમતનગર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. વિજયનગરના પાલ, દઢવાવ, સામેત્રા, ચિઠોડા, પરવઠ અને દંતોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સોમવારે પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

આ પણ વાંચો:  કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ  

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video