દાહોદના લીમડી, ઝાલોદ, વરોડ, કારઠ પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ, મીરાખેડીમા કરા પડ્યા, તોફાની પવનમાં ઉડ્યા છાપરા, જુઓ વીડિયો

|

Apr 11, 2024 | 8:17 PM

દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, વરોડ, કારઠ, કચુંબર સહિત વિસ્તાર વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. કમોસમી વરસાદને પગલે, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે, ખેડૂતો એને વેપારીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે. મીરાખેડીમા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠા બાદ દાહોદ જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લાના મડી, ઝાલોદ, વરોડ, કારઠ, કચુંબર સહિતના વિસ્તાર પલટાયેલા વાતાવરણથી કમોસમી વરસાદ વરસ્યો હતો. લીમડી પંથકમા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ફુંકાયેલા તોફાની પવનને કારણે પતરા ઉડયા હતા. ભારે વરસાદ અને પવનના પગલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

લીમડી, ઝાલોદ, વરોડ, કારઠ, કચુંબર સહિત વિસ્તાર વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. કમોસમી વરસાદને પગલે, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે, ખેડૂતો એને વેપારીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસમાં આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. મીરાખેડીમા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

 

 

Published On - 8:14 pm, Thu, 11 April 24

Next Video