હવામાન વિભાગની માવઠાની આગાહી, શાકભાજી અને ફળ ઉત્પાદન પર અસર થવાની શક્યતા, જુઓ વીડિયો

હવામાન વિભાગની માવઠાની આગાહી, શાકભાજી અને ફળ ઉત્પાદન પર અસર થવાની શક્યતા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 22, 2023 | 9:08 PM

હાલમાં ભાર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બહુ વરસાદી પાકને માવઠાની આંશિક અસર જોવા મળે તેવી શક્યતા છે. આંબા, ચીકુ, શેરડીના પાકને અસર થઇ શકે છે. મહત્વનુ છે કે ડાંગર જેવા ખરીફ પાકને આંશિક નુકસાનનો ભય રહેલો છે. ખસ કરીને મોડી રોપણી કરેલી ઉભી ડાંગરમાં નુકસાન થઇ શકે તેમ છે. જોકે બાગાયતી પાકના ઉત્પાદનમાં અસરની આશંકા સેવાય રહી છે.

એક તરફ હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારીનો દાવો છે કે ચણા અને કપાસ જેવા પાકોનું હજુ વાવેતર થઈ રહ્યું હોવાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. અધિકારીઓનું માનવું છે કે સામાન્ય વરસાદ અથવા તો માવઠુ થવાની ચણા અને કપાસ જેવા બીયા આધારીત પાકોને ખાસ અસર નહીં કરે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બનાવવા માટે ગુજરાતના આ ગામમાંથી આવે છે માટી, કારણ છે ખાસ

જોકે માવઠાથી અન્ય અને બાગાયતી પાકને અસર થવાની પ્રબળ શક્યતા છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો બહુ વરસાદી પાક એટલે કે, આંબા, ચીકુ, શેરડીના પાકોને ટુકા વરસાદથી ખાસ નુકસાન નહીં થાય.

જ્યારે ખરીફ પાક ગણાતી અને મોડી રોપણી કરાયેલ ડાંગરમાં આંશિક નુકસાનની શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બાગાયતી પાક ગણાતા, શાકભાજી અને ફળ ઉત્પાદીત પાકોના ઉત્દાન પર અસર થવાની શક્યતા, ખેતીવાડી અધિકારી વ્યક્ત કરી રહ્યા છે.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 22, 2023 09:07 PM