Rain Video: ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, બોરડી, સેંદરડા, રાજાવદર, કાકીડી સહિતના ગામોમાં પૂરની સ્થિતિ

| Edited By: | Updated on: Sep 21, 2023 | 12:23 AM

Bhavnagar: ભાવનગરના મહુવા તાલુકા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. જેમા બોરડી, સેંદરડા, રાજાવદર, કાકીડી સહિતના ગામોમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ. ગામની બજારો જાણે નદીઓમાં ફેરવાઈ ગઈ હતી. દોઢ મહિનાના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુના પંથકમાં દોઢ મહિનાના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી પાણી કરી દીધુ હતુ. તાલુકાના સેંદરડા, બોરડી, રાજાવદર, કાકીડી. સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તરેડ અને મોટા ખુટવડા ગામોમાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. ભારે વરસાદને પગલે ગામની નદીઓમાં પૂર આવ્યુ છે. નદીના પાણીના તોફાની પ્રવાહને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. મહુવા-બોરડી અને બોરડી-સેંદરડા રોડ પર પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: Gujarati: વડોદરામાં રસ્તા પરના ખાડા પર શરૂ થઈ રાજનીતિ, કોંગ્રેસ શહેર પ્રમુખે સત્વરે ખાડા પુરવાની કરી માગ

આ તરફ ભારે વરસાદ બાદ ભાવનગર શહેરના રસ્તા ખખડધજ બન્યા છે. રસ્તા એવા કે કમરના મણકા સાથે વાહનને પણ ખોખરું કરી નાંખે. ભાવનગર શહેરના રોડ પરથી પસાર થનારાને મુસાફરી સાથે ડાન્સિંગની પણ સજા મળે. શહેરના અનેક વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડ ખખડધજ બન્યાં છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યાં છે. 91 કરોડના ખર્ચે વર્ષ 2022-23માં બનાવેલા નવા નક્કોર રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

 ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો