Rain Video: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી બની ગાંડીતૂર, નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 10 ક્યુસેક પાણી છોડાયુ

Narmada: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. રેંગણ વાસણ ગામ પાસે મુકવામાં આવેલ નંદીની પ્રતિમાં પણ પાણીના વહેણમાં તણાઈ ગઈ છે. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો પ્રભાવિત થયા છે. નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. સવારના 8થી સાંજે 4 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.

| Edited By: | Updated on: Sep 16, 2023 | 11:57 PM

Narmada: નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની હોય છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે.

નર્મદા ડેમની સપાટી 137.70 મીટર પહોંચી

પાણીની આવક ઘટતા ડેમની સપાટી 137.70 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 23 દરવાજા 8.90 મીટર સુધી ખોલાયા છે. 15.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમમાં 16.60 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની વિપુલ માત્રામાં આવક થતા તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોંમાં પૂરની સ્થિતિને ખાળવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Monsoon 2023: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અડધાથી સવા ઈંચ જેટલો ખાબક્યો, ખેડૂતોને રાહત સર્જાઈ, જુઓ Video

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદની સ્થિતિ છે. સવારના 8 થી 4 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાગબારા તાલુકામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સાગબારામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ગ્રામ્ય વિસ્તારના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદથી ચોપડાવાવ ડેમ ઓવરફ્લો થયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો