Rain Updates: રાજ્યમાં આખો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો અને વરસાદનો ક્યાંય છાંટોય જોવા મળ્યો હતો. ત્યારે ફરી સપ્ટેમ્બરમાં મેઘરાજા જાણે વેકેશન ગાળી ફરી જમાવટ કરવા આવી ગયા છે. જેમા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં હેત વરસાવી રહ્યા છે. શુક્રવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો.
ભાવનગરના મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તરામાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના કાલાવડ તેમજ આસપાસના ગામોમાં પણ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, રાજુલામાં પણ વરસાદ પડ્યો.
દ્વારકાના ખંભાળિયા સહિત વિસ્તારોમાં કાચા સોના સમાન સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે અને પાકને જીવતદાન મળ્યુ છે. આ તરફ વડોદરામાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. તો સુરત, માંગરોળ અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ.
આ પણ વાંચો: Ahmedabad: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, કાર લોક થઈ જતા ગાડીમાં ફસાયુ બાળક- જુઓ Video
Published On - 12:33 am, Fri, 15 September 23