Rain Video: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ નદીઓ બની ગાંડીતૂર, કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ

|

Jul 23, 2023 | 6:50 PM

Junagadh: સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ બાદ નદીઓ ગાંડીતૂલ બની છે. કોટડાસાંગાણીમાં ગોંડલી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણી રસ્તા પર ફરી વળતા કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

Junagadh: સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. રાજકોટના કોટડાસાંગાણીમાં ભારે વરસાદને પગલે ગોંડલી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.. આ તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.

આ તરફ સફુરા નદીમાં પણ પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. નદી બંને કાંઠે વહેતી થઈ છે, જેથી ધોરાજીથી પંચનાથ મંદિર તરફ રસ્તો કરાયો બંધ કરવાની ફરજ પડી છે. અમરેલીની ગાગડિયા અને કાળુભાર નદી પણ ભારે વરસાદને કારણે બંને કાંઠે વહી રહી છે. જૂનાગઢની કાળવા નદીમાં પૂર આવવાને કારણે વંથલીના નાવડા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો : Rain Video: શનિવાર સાંજે ખાબકેલા સાર્વત્રિક 5 ઈંચ વરસાદે અમદાવાદને ઘમરોળ્યુ, ઠેર ઠેર પાણી ભરાતા સર્જાયા ચક્કાજામના દૃશ્યો

નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. આ તરફ ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું અને આ પાણી કોઝવે પર ફરી વળ્યા છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:45 pm, Sun, 23 July 23

Next Video