Rain Video: દાહોદ જિલ્લામાં 2 ડેમ થયા ઓવરફ્લો, અદલવાડા અને ઉમરિયા ડેમ છલકાયા

Dahod: દાહોદ જિલ્લામાં ઉપરવાસમં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ધાનપુર, મોઢવા, રામપુર, વેડ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દેવગઢ બારિયાના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:04 AM

Dahod: દાહોદ જિલ્લામાં સારા વરસાદને લઇ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના અદલવાડા અને ઉમરિયા બંને ડેમ પાણીથી છલોછલ થઇ ગયા છે. અદલવાડા ડેમમાં 100.99 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ડેમ છલકાઇ ગયો છે. જો કે, નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ધાનપુરના મોઢવા, રામપુર અને વેડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે દેવગઢ બારિયાના પણ 9 ગામોને એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: Rajkot: રાજકોટના પૂર્વ મેયરના ઘરે થઈ 19 લાખની ચોરી, ચોરો સોનાના દાગીના ચોરી ફરાર

દાહોદમાં ભારે વરસાદ બાદ બાવકા જોહાઘેડ નાળા પર પાણી ફરી વળ્યા

આ તરફ દાહોદમાં ભારે વરસાદને કારણે બાવકા-જોહાઘેડ નાળા પર પાણી ફરી વળ્ય. કાતલીયા નદીમાં નવા નીરની આવક થતા નાળુ પાણીમાં ગરકાવ થયું. દાહોદમાં ગત રાત્રે પડેલા વરસાદથી નાળા પરથી પાણી ફરી વળ્યા. જેના કારણે બાવકા નિશાળથી જોહાઘેડ વચ્ચેનો સંપર્ક તૂટ્યો. ગામના લોકો જીવના જોખમે નાળા પરથી પસાર થવા મજબૂર થયા.

દાહોદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:00 am, Sat, 29 July 23