Rain Update : રાજ્યમાં 137 તાલુકામાં છૂટોછવાયો વરસાદ, 30 તાલુકામાં 4 ઇંચ સુધીનો નોંધપાત્ર વરસાદ વરસ્યો

|

Jul 19, 2022 | 9:24 AM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં ગઈકાલ સોમવારે સવારે 6 કલાકથી આજે મંગળવાર સવારે 6 કલાક સુધીમાં 137 તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ 50 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. જો કે શરુઆતના વરસાદે જ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં તારાજી સર્જી દીધી છે. હજુ ઘણા સ્થળોએ પાણી ઓસર્યા પણ નથી. ત્યારે હજુ પણ પણ રાજ્યભરમાં વરસાદ (Rain) યથાવત છે. રાજ્યમાં 24 કલાકમાં 137 તાલુકામાં છૂટોછવાયો વરસાદ થયો છે. જે પૈકી 30 તાલુકામાં 1 ઇંચથી લઇને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં સોમવારે સવારે 6 કલાકથી મંગળવાર સવારે 6 કલાક સુધીમાં 137 તાલુકામાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. 30 તાલુકામાં 1 ઇંચથી લઇને 4 ઇંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના વાઘોડિયા, તાપીના કુકરમુંડામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેર, છોટાઉદેપુરના સંખેડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તિલકવાડા, પાદરા, કપરાડા, ચોટિલામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે એટલે કે 19 જુલાઇએ સવારે જ 16 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મહિસાગરના સૂત્રાપાડામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના શહેરા, મહિસાગરના કડાણામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે મોરવાહડફ, ઉમરપાડા, પેટલાદ, નડિયાદમાં પણ વરસાદ થયો છે.

આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Video