Rain News: સુરતમાં બપોર બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

Surat: સુરતમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. પીપલોદ, સિટીલાઈટ અને ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

| Edited By: | Updated on: Jul 08, 2023 | 10:19 PM

Surat: સુરત શહેર અને જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો. પીપલોદ,સિટીલાઇટ,ઉધના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાથે જ ડુમસ રોડ, અડાજણ અને અઠવા ગેટ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

આ તરફ ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. કેવડી, ઉમરપાડા, જુના ઉમરપાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો. પીનપુર, ધારાવડ, શરદા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. વરસાદી વાતાવરણને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી છે.

આ પણ વાંચો : Surat: ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યા, ખાસ ટેકનોલોજીથી કરાયા તૈયાર, જૂઓ Video

વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા SMCની આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે. પાણી ભરાયા હોય એ વિસ્તારોમાં દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમે સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કરી મચ્છરોના ઉપદ્રવવાળી જગ્યાએ દવાનો છંટકાવ કર્યો હતો.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો