દેવભૂમી દ્વારકામાં મેઘાની મહેર, ખંભાળીયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડુતોમાં ખુશીની લહેર

|

Jun 26, 2022 | 10:25 PM

દ્વારકાના (Dwarka) ખંભાળિયા પંથકમા ભારે પવન તેમજ ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. સલાયા, ખોખરી, ભાડથર, વિંજલપર, વીરમદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં (Devbhoomi Dwarka News) પણ આજે વરસાદી માહોલ છવાયો. ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની જમાવટ જોવા મળી. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી. ખંભાળિયા પંથકમા ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. સલાયા, ખોખરી, ભાડથર, વિંજલપર, વીરમદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો.

ભારે વરસાદને કારણે જાનમાલનુ નુક્સાન

ખંભાળિયા તાલુકામા વીજળી પડવાથી કુલ 5 ભેંસોના મોત નિપજ્યા હતા. જ્યારે વિંજલપરમાં ત્રણ, વિરમદડ અને હર્ષદપૂરમા એક ભેંસનું મોત નોંધાયુ હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી જોવા મળી રહી હતી. જેથી વરસાદ આવતા લોકોએ ઠંકડ અનુભવી હતી.

હવામાન વિભાગે કરી હતી આગાહી

ઉલ્લેખનીય છે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

Published On - 9:41 pm, Sun, 26 June 22

Next Video