અરવલ્લીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

|

Jul 01, 2024 | 11:54 AM

સોમવારે સવારે મોડાસા અને મેઘરજમાં અડધો અડધો ઈંત વરસાદ વરસ્યો હતો. જ્યારે માલપુર, ધનસુરા અને બાયડમાં હળવો વરસાદ સવારના અરસા દરમિયાન વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધનસુકામાં નોંધાયો હતો. ધનસુરામાં અઢી ઈંચ, મેઘરજમાં પોણા બે ઈંચ, ભિલોડામાં એક ઈંચ કરતા વધુ અને બાયડમાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં રાહત છવાઈ છે. રવિવાર બપોર બાદથી શરુ થયેલો વરસાદી માહોલ સોમવારે સવારે પણ જામ્યો હતો. સોમવારે સવારે ભિલોડામાં પોણો ઈંચ, મોડાસા અને મેઘરજમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે માલપુર, ધનસુરા અને બાયડમાં હળવો વરસાદ સવારના અરસા દરમિયાન વરસ્યો હતો.

સોમવાર સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધનસુકામાં નોંધાયો હતો. ધનસુરામાં અઢી ઈંચ, મેઘરજમાં પોણા બે ઈંચ, ભિલોડામાં એક ઈંચ કરતા વધુ અને બાયડમાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

 

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:38 am, Mon, 1 July 24

Next Video