Dwarka: દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોને રાહત, ખેતીમાં જીવતદાન, જુઓ Video
વરસાદની રાહ રાજ્યભરના ખેડૂતો જોઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં ખેડૂતોને ઉભો પાક મુરઝાઈ રહેવાની ચિંતા સતાવી રહી છે. પાકને બચાવવા માટે કુદરત પર આશા રાખીને બેઠેલા ખેડૂતોને હવે રાહત મળે એવી આશા બંધાઈ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ છેલ્લા બે દિવસો દરમિયાન વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ખેડૂતોને માટે પાકને જીવતદાન સમાન વરસાદ લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી 9.40 લાખની મત્તાની લૂંટની ફરિયાદ
ખંભાળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ વિસ્તારમાં વરસાદને લઈ ખેતીના પાકોમાં મોટી રાહત સર્જાઈ છે. હજુ પણ રાજ્યમાં આગામી દિવસો દરમિયાન વરસાદની આગાહી થઈ છે. આમ આગાહીનુસાર વરસાદ વરસવાની આશા ખેડૂતો ને છે અને આમ થવાથી મોટી રાહત થઈ શકે એમ છે.