Anand : ઉપરવાસમાંથી ભારે વરસાદના (Rain) કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી (Mahisagar river) ગાંડીતૂર બની છે. જેના પગલે ખેડા જિલ્લાના 12 ગામ અને આણંદ જિલ્લાના લગભગ 20 ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે પછી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ છે. તમામ લોકોને સલામત બચાવી લેવાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:55 am, Mon, 18 September 23