Rain Breaking : હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી, આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

Rain Breaking : હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી, આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Aug 20, 2023 | 12:27 PM

હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે.

Monsoon 2023 : હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2023 Video : ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન

તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની શક્યતા છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો