Rain Breaking : મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું, વાતાવરણમાં ઠંડક, જગતના તાતની ચિંતામાં વધારો, જુઓ Video
ભર ઉનાળામાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો, નવસારી, છોટાઉદેપુર, ડભોઈ, નર્મદા સહિત મોટાભાગના વિસ્તારમાં માવઠું થયુ હતુ. ક્યાંક ઝરમર તો ક્યાંક સારો એવો વરસાદ તૂટી પડ્યો હતો. જો કે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક થઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો. નવસારી, છોટાઉદેપુર, ડભોઈ, નર્મદા સહિત મોટાભાગના વિસ્તારમાં માવઠું થયુ હતુ. ક્યાંક ઝરમર તો ક્યાંક સારો એવો વરસાદ તૂટી પડ્યો હતો. થોડીકવાર માટે પડેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભર ઉનાળે બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. હજુ આગામી 24 કલાક, ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો : Gujarat Video : ઈન્ડીયન નેવીનું મધદરિયે દિલધડક બચાવ અભિયાન, માછીમારોનો કબજો મરીન પોલીસને સોંપ્યો
ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે.. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.તો બીજી તરફ રાહત આપનારા સમાચાર એ છે કે, હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…