Rain Breaking : વડોદરામાં અચાનક વાતાવરણમાં પલટો, શહેરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2023 | 8:28 AM

વડોદરામાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી  મુજબ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વડોદરામાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : Vadodara: સફાઇકર્મીને 16 કરોડની નોટિસથી પરિવાર મૂકાયો ચિંતામાં, સફાઇકર્મી હવે કાયદાની શરણે

અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન

કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ ગરમીને પગલે નાગરિકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…