Rain Breaking News : તાપીના સાદડુન ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ભરઉનાળે વરસ્યો વરસાદ, જુઓ Video

તાપીના સોનગઢના સાદડુન ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમજ સોનગઢ અને ડાંગ સરહદ પર પણ વરસાદ પડ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 7:25 AM

તાપી જિલ્લામાં ઉનાળા વરસાદી માહોલ જોવા મળ્યો છે. તાપીના સોનગઢના સાદડુન ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમજ સોનગઢ અને ડાંગ બોર્ડર પર પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી થાય છે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarati Video: Tapi- હજારોની સંખ્યામાં દૂધ સંજીવના યોજના હેઠળના દૂધના પાઉચ નદીમાંથી મળી આવ્યા

કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતો માટે ફરી ચિંતા વધારનારા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12,13 અને 14 એપ્રિલે અમરેલી, ભાવનગર,બોટાદ, સુરત, ભરૂચ, વલસાડમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જયારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત

આ અગાઉ રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતુ. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું હતુ. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતુ. એવું પ્રથમ વાર બન્યું હતુ કે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતુ. આ પહેલા વર્ષ 2020માં 5 એપ્રિલે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં 40.5, અમરેલીમાં 40.4, વડોદરામાં 40.2, સુરત અને દાદરાનગરહવેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">