Rain Breaking : ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો, પાટણ – બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી 5 દિવસ માવઠું પીછો નહિ છોડે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળશે.
આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોના ઉનાળાના વાવેતર પર મોટુ સંકટ આવવાની સંભાવના છે. જેથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં સિધ્ધપુર, સરસ્વતી સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે.
તો બીજી તરફ ગઈ કાલે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દૂધરેજમાં વરસાદ પડ્યો હતો. લખતર, લીંબડી, ધ્રાગંધ્રા સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
