Kheda: નડિયાદ રેલવે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી, એક દિવ્યાંગનો જીવ બચાવ્યો, જુઓ વીડિયો

|

Feb 15, 2022 | 1:51 PM

આ દુર્ઘટનામાં દિવ્યાંગને સામાન્ય ઈજાઓ થઈ છે. તો મળતી માહિતી પ્રમાણે ઘટનાના આ CCTV 12 ફેબ્રુઆરીના છે.

ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ રેલવે પોલીસ (Nadiad Railway Police) ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી છે. નડિયાદ રેલવે પોલીસે એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રેન (Train) નીચે કચળાઇ જતા બચાવી લીધો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના બાદ નડિયાદ રેલવે પોલીસની કામગીરીની પ્રશંસા થઇ રહી છે.

ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશનના એક એવા CCTV સામે આવ્યા છે જેને જોઈને તમારો જીવ અધ્ધર થઈ જશે. સ્ટેશન પર મોડી રાત્રે એક દિવ્યાંગ વ્યક્તિ ચાલુ ટ્રેને ચઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેનો પગ લપસી જતા તે ટ્રેન નીચે આવી ગયો હતો. જોકે ઘટનાને નજરે જોનારે રેલવે પોલીસના કોન્સ્ટેબલ સંદિપ રેપ અને કિરણ શર્માએ પળવારનો સમય બગાડ્યા વગર દિવ્યાંગને બચાવવાની જહેમત ઉઠાવી અને આખરે દિવ્યાંગ વ્યક્તિને સલામત બચાવી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ નડિયાદ રેલવે પોલીસના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

દિવ્યાંગ યાત્રી અમરાપુર અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમા ચઢવા જઈ રહ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી. ટ્રેનના એ.સી કોચમા ચઢતી વખતે સંતુલન ગુમાવતા યાત્રી ટ્રેન પર લટકાઈ ગયો હતો. જો કે રેલવે પોલીસની સમયસૂચકતાથી દિવ્યાંગનો જીવ બચી ગયો છે. જોકે આ દુર્ઘટનામાં દિવ્યાંગને સામાન્ય ઈજાઓ થઈ છે. તો મળતી માહિતી પ્રમાણે ઘટનાના આ CCTV 12 ફેબ્રુઆરીના છે. 12 ફેબ્રુઆરીએ નડિઆદ રેલવે સ્ટેશન પર રાત્રે 11:41 મિનિટે આ ઘટના બની હતી.

આ પણ વાંચો-

Vadodara: NBC કંપનીના છુટા થયેલા 100 કર્મચારીના ધારાસભ્ય કેતન ઇનામદારના ઘર બહાર ધરણા, નોકરી પર પરત લેવડાવવા માગ

આ પણ વાંચો-

વેલેન્ટાઇન ડેના દિવસે 8 વર્ષથી વિખુટા પડેલા પતિ-પત્નીનું મિલન, પત્ની ભાવુક થઇ રડી પડી, જુઓ દ્રશ્યો

Next Video