Gujarat : રાહુલ ગાંધી સામે થયેલા બદનક્ષી કેસમાં હવે રોહન ગુપ્તાની એન્ટ્રી, મેટ્રો કોર્ટ બાદ અરજદાર હાઈકોર્ટના શરણે

|

Feb 05, 2023 | 9:59 AM

અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.  તો સાથે જ રોહન ગુપ્તાની જુબાની લેવા HC માં અરજદારની રજૂઆત છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે, કારણ કે રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષી મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે  અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.  તો સાથે જ રોહન ગુપ્તાની જુબાની લેવા HC માં અરજદારની રજૂઆત છે.

મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધીએ આપી હતી જુબાની

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે નિવેદનના કેસમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાહુલ ગાંધી પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી ચુક્યા છે, હવે 22 માર્ચે આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે.

અગાઉ મેટ્રો કોર્ટે આ કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજદારે હાઈકોર્ટમાં મેટ્રો કોર્ટના હૂકમને પડકારતી અરજી કરી છે. અગાઉ રોહન ગુપ્તા કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના ઓલ ઈન્ડિયાના ચેરમેન હતા. અને હાલમાં તેઓ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે.

Next Video