મની લોન્ડરિંગ કેસમાં TMC નેતા સાકેત ગોખલેની પૂછપરછમાં ખુલ્યા નવા નામ, રાહુલ ગાંધીના નજીકના ગણાતા અલંકાર સવાઈ પર EDએ કસ્યો ગાળિયો

Ahmedabad: 1 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારને લઈને ED દ્વારા અલંકાર સવાઈની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અલંકાર સવાઈ એ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે અને રાહુલ ગાંધીની ઓફિસમાં કામ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:03 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નજીકના ગણાતા અલંકાર સવાઈ પર EDએ ગાળીયો મજબૂત બનાવ્યો છે. 1 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારને લઈ EDએ અલંકારની સઘન પૂછપરછ શરૂ કરી છે. અલંકાર રાહુલ ગાંધીની ઓફિસમાં કામ કરે છે અને મોટાભાગના પ્રવાસમાં તે રાહુલ ગાંધીની સાથે હોય છે. TMCના નેતા સાકેત ગોખલેની પૂછપરછમાં અલંકાર સવાઈનું નામ ખુલ્યું હતું. અલંકારે ક્રાઉડ ફંડિંગના માધ્યમથી સાકેત સાથે 1 કરોડ રૂપિયાની રકમની લેવડ દેવડ કરી હોવાનો આરોપ છે.

સાકેત ગોખલેએ જણાવ્યું કે 23.54 લાખ રૂપિયા તેને અલંકાર સવાઈએ આપ્યા છે. જે તેમને સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ કરવા અપાયા હતા. EDએ 25 જાન્યુઆરી 2023ના રોજ સાકેત ગોખલેની ધરપકડ કરી હતી. આ પહેલા ગુજરાત પોલીસે પણ વિવિધ કેસમાં સાકેતની ધરપકડ કરી હતી.

RTI એક્ટિવિસ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ નેતા સાકેત ગોખલેની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ક્રાઉડ ફન્ડીગના નામે એકત્રીત કરેલા નાણાંનો દુરુપયોગ કરવાના ગુનામાં રિમાન્ડ બાદ આરોપી દ્વારા મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જે અમદાવાદ મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. જેમાં આરોપીની અમદાવાદ સાઈબર ક્રાઈમે ધરપકડ કરી હતી, જેમાં આરોપીએ 32 લાખથી વધુ નાણાં લોકો પાસેથી પડાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: RTI એક્ટિવિસ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ નેતા સાકેત ગોખલેની મુશ્કેલીમાં વધારો, મેટ્રો કોર્ટે જામીન અરજી ફગાવી

આરોપી દ્વારા પ્રજાલક્ષી સારા કામો કરવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાંથી RTI દ્વારા માહિતી માંગે છે, તેથી તેને આ કામ કરવા માટે આર્થિક મદદની જરૂર છે તેવું બતાવીને બનાવટી સંસ્થાના નામે ફરિયાદી સહિત અન્ય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં થઈ હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">