ગુજરાત પહોંચી ભારત જોડો ન્યાય યાત્રા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર, કહ્યું- અદાણીને મોદી સરકારે બધું વેચી માર્યું

|

Mar 07, 2024 | 5:27 PM

રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું કે મોદી સરકારે અદાણીને બધું વેચી દીધું છે. એરપોર્ટ, સોલાર બધું ઉધોગપતિઓને આપી દીધું છે, દેશના 2થી 3 ટકા લોકોને દેશની બધી સંપત્તિ સોંપી દીધી છે. તમારા ખિસ્સામાંથી રૂપિયા સીધા ઉધોગપતિઓને જઈ રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી પહોંચી છે. ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રાને આવકારવામાં આવી. ચેકપોસ્ટથી યાત્રા બાઇક રેલી સ્વરૂપે ઝાલોદ પહોચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું કે મોદી સરકારે અદાણીને બધું વેચી માર્યું છે. એરપોર્ટ, સોલાર બધું ઉધોગપતિઓને આપી દીધું છે, દેશના 2થી 3 ટકા લોકોને દેશની બધી સંપત્તિ સોંપી દીધી છે. તમારા ખિસ્સામાંથી રૂપિયા સીધા ઉધોગરપતિઓને જઈ રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યાત્રા 4 દિવસમાં 400 કિમીનો પ્રવાસ કરશે. 10 માર્ચે યાત્રા સોનગઢ-નવાગામથી મહારાષ્ટ્ર જવા રવાના થશે.

Published On - 5:24 pm, Thu, 7 March 24

Next Video