Bhuj : કચ્છીએ રચ્યો ઈતિહાસ, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યો જતીન ચૌધરી

|

May 13, 2022 | 9:23 AM

જતીન રામસિંહ ચૌધરી નામના વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ(Mount Everest)  ચઢીને ઈતિહાસ રચ્યો છે,કારણ કે અત્યાર સુધીમાં કોઈ કચ્છી વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો નહોતો.

Kutch : કેટલાંક નામ એવા હોય છે કે તેના થકી આખા દેશનું નામ ઉજળું થતું હોય છે. તમે જીવનમાં જેવું વિચારો તેવુ શકય છે પણ તમારા લક્ષ્ય અને આર્દશો સ્થિર હોવા જોઇએ. કોઇપણ આશાવાદી વિચારોમાં અપાર શક્તિ હોય છે. કંઇક નોખું અને અનોખુ કરવા નિર્ણય (Decision) અને ઇચ્છા પ્રબળ હોવી જોઇએ. એવુ કહેવાય છે કે, ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને જાણે જતીન રામસિંહ ચૌધરીએ (Jatin Ramsigh Chaudhry) પોતાના જીવનમાં ઉતારી લીધી હોય તેવુ લાગી રહ્યું છે.

માઉન્ટ એવરેસ્ટએ દુનિયાનુ સૌથી ઉંચાઈ ધરાવતુ શીખર

જતીન રામસિંહ ચૌધરી નામનાવ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ(Mount Everest)  ચઢીને ઈતિહાસ રચ્યો છે.કારણ કે અત્યાર સુધીમાં કોઈ કચ્છી વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો નહોતો.તમને જણાવી દઈએ કે, માઉન્ટ એવરેસ્ટએ દુનિયાનુ સૌથી ઉંચાઈ ધરાવતુ શીખર છે.હિમાલય પર્વતમાળમાં આવેલુ આ શિખર નેપાળની હદમાં આવે છે.જતીને આજે સવારે 8848 મીટર (29028 ફૂટ) શિખર પર યુવાન પહોંચીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

વિશ્વના વિવિધ ભાગોમાંથી 50 પર્વતારોહકોએ ભાગ લીધો

નેપાળના પ્રવાસન સચિવ દ્વારા જતીનને સાત સમિટ ટ્રેકના અભિયાનના ટીમ લીડર બનાવવામાં હતો. આ ટીમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી 50 પર્વતારોહકોએ ભાગ લીધો હતો.સાથે જ આ ટીમ દ્વારા પર્વત પર ફેલાતા કચરાને અટકાવવા અને પ્રકૃતિના જતનનો પણ સંદેશો પણ આપવામાં આવ્યો હતો.જતીન ચૌધરીએ માઉન્ટ એવરેસ્ટ સર કરીને કચ્છ સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.

Published On - 9:23 am, Fri, 13 May 22

Next Video