Rajkot : સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના અપમાનને લઇ રાજકોટમાં વિરોધ, ભીંતચિત્રો નહીં હટે તો ઉગ્ર આંદોલનની ચીમકી, જુઓ Video

Rajkot : સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના અપમાનને લઇ રાજકોટમાં વિરોધ, ભીંતચિત્રો નહીં હટે તો ઉગ્ર આંદોલનની ચીમકી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2023 | 8:25 PM

રોષે ભરાયેલા યુવકો પોસ્ટર સાથે સ્વામીનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા અને જયશ્રી રામના નારા સાથે રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ પોસ્ટર લગાવ્યા છે. જેમાં હનુમાનજીની સેવા કરતા સ્વામીનારાયણ સંતોને દર્શાવાયા છે.

Rajkot : સાળંગપુર મંદિરમાં (Salangpur Temple) દાદાના અપમાનને લઇ વિરોધ ઉગ્ર બન્યો છે. સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ભીંતચિત્રોના વિવાદને લઇ રાજકોટના યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો Breaking News : જેતપુરના સરદાર ચોક પર નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો પર હુમલો, પોલીસે તમામ દુકાનો બંધ કરાવી તપાસ હાથ ધરી, જુઓ Video

રોષે ભરાયેલા યુવકો પોસ્ટર સાથે સ્વામીનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા અને જયશ્રી રામના નારા સાથે રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ પોસ્ટર લગાવ્યા છે. જેમાં હનુમાનજીની સેવા કરતા સ્વામીનારાયણ સંતોને દર્શાવાયા છે. યુવકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સાળંગપુરમાંથી ભીંતચિત્રો દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્વામીનારાયણ મંદિરમાં પણ પોસ્ટર લાગેલા રહેશે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો