સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ કકળાટ, સમર્થકો ભાજપ કાર્યાલય પહોંચ્યું

|

Mar 26, 2024 | 4:58 PM

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ટિકિટ બદલીને પુરુષને બદલે મહિલાને આપી છે. ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવારને પસંદ કર્યા છે, તો અગાઉ જાહેર કરવામાં આવેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની વ્યક્તિગત કારણોસર અનિચ્છા દર્શાવી હતી. જેને લઈ ભીખાજીના સમર્થકોએ મેઘરજમાં દેખાવો કર્યા હતા.

લોકસભા બેઠક સાબરકાંઠા પર ભાજપને શરુઆતથી જ કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા પુરુષ ઉમેદવારને ટિકિટ આપી હતી. પરંતુ તેઓની અટકને લઈને વિવાદ શરુ થયો હતો. જોકે આ દરમિયાન તેઓએ ચૂંટણી લડવાની અનિચ્છા સોશિયલ મીડિયા મારફતે જાહેર કરી હતી. ત્યાર બાદ તેમના સમર્થકોએ વિરોધના સૂર રજૂ કર્યા હતા. પોસ્ટર શરુ થયા હતા અને વિરોધ કરવાની શરુઆત પણ થઇ હતી.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

આ દરમિયાન મોટા ટોળા સ્વરુપ ભીખાજીના સમર્થકો અને આગેવાનો મોડાસા સ્થિતિ જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં મોટા ટોળા સ્વરુપ પહોંચેલ સમર્થકોએ 2000 કાર્યકરો ભાજપમાંથી રાજીનામુ ધરી રહ્યાનો પત્ર આપ્યો હતો. આમ ભાજપમાં રોષની સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન ભીખાજીએ પોતે ભાજપ સાથે છે અને તેઓએ તેમના સમર્થકોને સમજાવીને ચૂંટણીમાં કાર્ય કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:50 pm, Tue, 26 March 24

Next Video